shop
Jignesh Patel
Website Sponsor
shop
Promod Patel
Website Coordinator
shop
Snehal Patel
Website Coordinator

નમસ્કાર, બાવીસગામ પટેલ સમાજ મંડળ (નડીઆદ શહેર) ની આપણી અઘતન વેબસાઇટ પ્રકાશિત કરવાનું બહુમાન વેબસાઇટ સમિતિના ઉપર નિર્દિષ્ટ નામ સહિત તસ્વીર દર્શિત સભ્યોને ફાળે જાય છે. આપણા બહોળા પટેલ સમાજની વિગતોનું સંકલન ખૂબજ કાળજીપૂર્વક આ સભ્યોએ કર્યું છે. રાઈનાં દાણા ભરેલું પડીકું વેરાઈ જાય પછી બધા દાણા વીણી લેવાનું કામ જેટલું કપરું છે. એથી વધુ કપરું કામ આ વેબસાઇટ સમિતિના સભ્યોએ કર્યું છે.
લગ્નનો મંડપ બાંધતા બહુ વાર લાગે છે. એટલી વાર એને છોડતા નથી લાગતી પણ મકાનનું ખોખું ઝટ તૈયાર થઈ જાય છે પછી ફર્નિચર, ટાઇલ્સ, કલરકામ, પ્લબ્મિંગ, સજાવટ ખાસો એવો સમય લઈ લે છે એ રીતે વેબસાઇટ માટે વિગતો મેળવવાનું કામ બહુ અઘરું નથી પણ પછી ગામવાર, પરિવાર લક્ષી ક્રમવાર ગોઠવણી આ બધુ કામ બહુ અખરું છે. જેણે આ કામ કર્યું છે એ સભ્યોનો હું હ્રદયપૂર્વક આભાર માનું છું.
તમે રસોઈ ગમે તેટલી સરસ બનાવો પણ તેની પીરસવાની કળા ન હોય તો બધુ નકામું, સરસ મઝાનો ભાત બનાવ્યો હોય પણ દાળની વાડકી થાળીમાં ગોઠવતા કંસારમાં દાળ ઢોળાઈ જાય તો શું થાય ? મઝા આવે ? ના આવે ..... ભાઈના નામ સામે શ્રીમતી અને બહેનના નામ સામે શ્રીમાન લખાઈ જાય એવી આ વાત છે. પણ વેબસાઇટ સમિતિના તમામ સભ્યોએ આ સુંદર મઝાની વેબસાઇટ રૂપી ગુજરાતી થાળીની રસોઈ દાળ, ભાત, શાક, કંસાર, બાસુદી, અથાણું, પાપડ, આથેલા મરચાં, કઠોળ, મોહનથાળ એટલી સુંદર રીતે ગોઠવીને રસથાળ પીરસ્યો છે કે તૃપ્તિનો ઓડકાર આવી જ જાય તમે આખો અંક જોઈ જશો તો ચોક્કસ બોલી ઉઠશો વાહ ક્યા બાત હૈ ? !
નામ વેબસાઇટમાં જાહેરાતો મેળવવાનું ભગીરથ છતાં ભાવતું કામ આ સભ્યોએ કર્યું છે. ટૂકમાં નામ વેબસાઇટની આ વન ડે મેચમાં માહિતી, જ્ઞાન, જાહેરાતો, ગોઠવણી, સુંદર છાપકામ અને નિયત સમયમાં પ્રકાશિત કરી એક જ ઓવરમાં આ 3 સભ્યોએ છ સિક્સર લગાવીને આખા પટેલ સમાજરૂપી સ્ટેડિયમને ખુશ ખુશ કરી દીધો છે. આ 3 સભ્યોને ખૂબ ખૂબ અભિનંદન, ધન્યવાદ, આ સમાજ મંડળના પ્રમુખ તરીકે આ 3 સભ્યોએ ઉત્કૃષ્ટ કામગીરી કરી મને જે ગૌરવ પ્રદાન કર્યું છે એ માટે આ તમામનો હું અત્યંત ઉપકૃત છું. આ 3 સભ્યોનો પરિચય આથી વધારે શું હોઈ શકે ? આખું બાવીસગામ પટેલ સમાજ મંડળ તેનાથી નખશિખ પરિચિત છે.

Maheshbhai Kanubhai Patel
(Past. President)


સમિતિના આ સભ્યોના હું શું શું વખાણ કરું ?
શ્રમ, ચીવટ, કાળજી, એમની સેવાના ગુણગાન કરું.
પટેલ સમાજના આ રત્નો છે, બહુ બહુમાન કરું.
બાવીસ ગામનો જયકાર છે, અહી સૌનું સન્માન કરું.

“ માણસ માત્ર ભૂલને પાત્ર” એ કહેવત દરેક માણસને લાગુ પડે છે. એ ન્યાયે આ “વેબસાઇટ ” માં શકય એટલી તમામ કાળજી રાખવામા આવી છે તેમ છતાં કોઈ ક્ષતિ રહી જવા પામી હોય તો ક્ષમાપના. સમગ્ર વેબસાઇટ આપના અવલોકન નિરીક્ષણ પછી બાવીસગામ પટેલ સમાજ (નડીઆદ શહેર) ના વિકાસ ઉત્કર્ષ માટે માર્ગદર્શન અને પ્રગતિકારક સૂચનો આવકાર્ય છે.
ફરી એકવાર આપ સૌનો આભાર સાથે આપનો...
Jigneshkumar Babubhai Patel (PORDA WALA)
President