પ્રાત: સ્મરણીય યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજની દિવ્ય અખંડ જ્યોતિના શુભાશિણ.

બાવીસગામ પાટીદાર સમાજ એકતા સૂત્રે બંધાયેલા છે અને વર્તમાન સમયની તે જરૂરિયાત છે. એકતા જ્યારે અખંડિત રહે ત્યારે તેની પ્રગતિ અને વિકાસની તકો વધી જાય છે.

જ્ઞાતી સંગઠન એ સમાજ વ્યવસ્થાનો એક ભાગ છે. સમાજમાં વડીલો જ્યારે સમાજના યુવાનોને સાથે લઇને ચાલે છે. ત્યારે વિશાળ ફલક ઉપર વિચારો નું આદાન-પ્રદાન થાય છે અને તેનો લાભ સમાજને થાય છે.
બાવીસ ગામ પાટીદાર સમાજ પણ સંગઠિત થયેલ એકમ છે. જ્ઞાતિ પોતાના રૂઢિગત રિવાજો – પરંપરા માંથી બહાર આવીને સમયને અનુરૂપ – સંસ્કાર અને સંયમ ને સાથે રાખીને સાંસ્કૃતિક કાર્યક્રમો4, NRI માટેના કાર્યક્રમો, શરદપૂર્ણિમા ગરબા મહોત્સવ, શૈક્ષણિક પ્રોત્સાહન માટે ઈનામ વિતરણ તથા સ્કોલરશીપ આપવા માટેના કાર્યક્રમો કરે છે. ખરેખર અભિનંદન ને પાત્ર છે.
બાવીસ ગામ પટેલ સમાજ પ્રગતિ મંડળ, નડીઆદ ના તમામ હોદેદારો તથા સભ્યશ્રીઓ ને પ્રાત: સ્મરણીય યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજ ની દિવ્ય અખંડ જ્યોતિના શુભાશિણ.

સૌનું શુભ થાવો. કલ્યાણ થાવો.

|| જય મહારાજ ||

માઘ વદ – ૭- ૨૦૭૧ રામદાસ મહંત
તા. ૧૧-૨-૨૦૧૫ શ્રી સંતરામ મંદિર, નડીઆદ
.

Get A Membership